જૈન ધર્મની સામાજીક પરિસ્થિતિ જાણનારને ખ્યાલ હશે કે જૈન કુટુંબ માં બાળકનો જન્મ થાય ત્યારથી તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, પૌષધ, દાન વગેરે ધર્મનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવે છે, જેથી અઠ્ઠાઈ તપ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી શકે.

આવા જ સંસ્કાર અને ભક્તિભાવ જેઓને બાળપણ થી જ પરિવાર તરફ થી મળેલ છે તેવા,
ઇડર ના ડૉ પ્રાચી શ્રીપાલ શાહ , જેઓ શેલા, અમદાવાદ માં સ્થાયી થયેલ છે અને જેઓ એ B.Ed, M.Ed (ગોલ્ડ મેડલિસ્ટ) અને મનોવિજ્ઞાનમાં Phd કરેલ છે અને સાબરમતી યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે પોતાની સેવા આપે છે,
તેઓએ આ વરસે…
“સોલહકરણ” ના 32 ઉપવાસ ની કઠોર આરાધના કરેલ છે.
જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યંતર એમ ૧૨ પ્રકારના તપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં પહેલો પ્રકાર અનશન અથવા ઉપવાસ છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ અકબર બાદશાહના કાળમાં દિલ્હીમાં થયેલી ચંપા શ્રાવિકાએ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ઉપવાસ પરથી પ્રેરણા લઇને વર્તમાનમાં પણ અનેક સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા એક ઉપવાસથી લઇને ૧૮૦ ઉપવાસ સુધીની તપશ્ચર્યા કરે છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યંતર તપનો એકમાત્ર ઉદ્દેશ આત્માના કલ્યાણનો અને મોક્ષનો હોય છે.
સંસ્કૃતમાં ઉપવાસ શબ્દની સંધિ ‘ઉપ + વાસ’, આ પ્રમાણે છે. ઉપ અર્થાત્ પાસે અને વાસ એટલે રહેવું; તેથી ‘ઉપવાસ’ અર્થાત્ ઈશ્વરની પાસે (નજીક) રહેવું અથવા ઈશ્વરના નિરંતર અનુસંધાનમાં રહેવું.
આજે આપણાં સમાજ માં નવી પેઢી પોતાનાં મૂળિયાં, સંસ્કાર અને ધર્મ થી દૂર થતી જાય છે ત્યારે યુવા અવસ્થામાં ધાર્મિક આસ્થા સાથે “સોલહકરણ” તપશ્ચર્યા કરી ડૉક્ટર પ્રાચી શાહ સમાજ માં ચોક્કસપણે પ્રેરણાદાયક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યાં છે.
તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ આ “સોલહકરણ ઉપવાસ આરાધના” ના ભાગ રૂપે ભક્તિ સંગીત સંધ્યા નું તેમનાં તરફ થી આયોજન કરેલ છે.
તારીખ 1 ઓક્ટોબર, 2023 શ્રાવિકા પારણાં કરશે.
હું ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ ને તેઓની આ “સોલહકરણ તપશ્ચર્યા” માટે ખૂબ અભિનંદન આપું છું અને તેઓ નાં ધર્મ સંસ્કાર અને ઈશ્વર માં તેઓની અખૂટ શ્રદ્ધા માટે વંદન કરું છું.
– કાનન ત્રિવેદી.