વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.
સાત – સાત દિવસથી મોંઘેરા બનેલ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે ભાવભરી વિદાય…
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના મંદિરોમાં મંગળવારને
ભાદરવા સુદ-૧૧ એકાદશીના રોજ જલઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો
જ્યારે પૂ.લાલજી મહારાજશ્રી,
સંતો અને યજમાન પરિવાર ધ્વારા આરતી બાદ બાળધૂન મંડળના
ભૂલકાંઓ ધ્વારા સુંદર નૃત્ય રજુ કરી ઉપસ્થિત સંતો-હરિભક્તોના દિલ જીતી લીધા હતા.
પાંચ આરતી બાદ હરિભક્તોને ૬૦૦ કિલો કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો આ
પ્રસંગે ઉપસ્થિતી માં ભક્તોએ ગોમતીજીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી.
