અજય માકન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના નવા કોષાધ્યક્ષ બનશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માકનની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. અગાઉ આ પદ પક્ષના નેતા પવન બંસલ પાસે હતુ.
