નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ, સોનિયા ગાંધીને સમન બાદ કોંગ્રેસે કહ્યું, “બ્રિટિશ શાસનને દૂર કરવા કોંગ્રેસે 1937માં નેશનલ હેરાલ્ડ બહાર પાડ્યું, જેના પ્રણેતા મહાત્મા ગાંધી, નેહરુ, પટેલ, કિડવાઈ જેવા નેતા હતા. અંગ્રેજોને અખબારથી એટલો ભય લાગ્યો કે તેણે તેના પર પ્રતિબંધ મૂક્યો. હવે બ્રિટિશ શાસનનું સમર્થન કરતી વિચારધારા આઝાદીના આ અવાજને દબાવવાનું ષડયંત્ર કરી રહી છે, જેનું નેતૃત્વ ખુદ પીએમ મોદી કરે છે.”
