ભારતના
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 739 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલે આવેલા કેસો કરતા વધુ છે. આ સાથે મુંબઈમાં કોવિડ પોઝીટીવીટી રેટ વધીને 8.4% થઈ ગયો છે. જ્યારે મંગળવારે આ દર 6 ટકા હતો. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે BMCએ ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી છે.
