મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થઈ શકશે નહીં. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ હાલ વિદેશ પ્રવાસે છે અને સંભવતઃ 5 જૂને સ્વદેશ પરત ફરશે. રાહુલ 19 મેના રોજ દેશ છોડી ગયા હતા. રાહુલ 5 જૂન સુધીમાં સ્વદેશ પરત ફરશે અને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવી તારીખ માંગશે.
