પૂર્વ કોંગી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ આજે ભાજપમાં જોડાયા છે. સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યા બાદ શ્વેતાએ મીડિયાને જણાવ્યું કે, ટિકિટ માટે નથી પરંતુ લોકોની સેવા અને તેમના કામ કરવા માટે ભાજપમાં જોડાઈ છું. રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે.
