ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ બુધવારે હાર્દિક પટેલ પર ભાજપના સતત સંપર્કમાં હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીએ 5 રાજ્યોની ચૂંટણીમાં હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવ્યો હતો, પરંતુ તે બેઈમાની અને છેતરપિંડી કરતો હતો. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતો ત્યારે ભાજપ સાથે સંકળાયેલો હતો અને તે પાર્ટીમાં સેલિબ્રિટીની સ્ટાઈલમાં કામ કરતો હતો.
