કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને CM કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેજરીવાલ દેશના ગદ્દારોને આશ્રય આપી રહ્યા છે. સત્યેન્દ્ર જૈન નકલી કંપનીઓનો માલિક છે. વધુમાં કહ્યું કે જૈન પાસે મોટી માત્રામાં કાળું નાણું છે. ધરપકડ બાદ પણ સત્યેન્દ્ર મંત્રી કેવી રીતે રહી શકે? ED મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે.
