કાશ્મીરમાં બદલાતા સંજોગો વચ્ચે ઘણાં કાશ્મીરી પંડિતો અને અન્ય અલ્પસંખ્યક કર્મચારી ઘાટી છોડીને જમ્મુ તરફ જઈ રહ્યા છે. અનંતનાગના મટ્ટનમાં ગુરુવારે આતંકી હુમલાથી ડરેલા પંડિતો તેમનો સામાન લઈને બનિહાલ જવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મટ્ટન પંડિત કોલોનીના લોકોએ અનંતનાગ કલેક્ટરને બનિહાલ સુધી લઈ જવાની સુરક્ષા માંગી છે.
