વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદુ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ વરરાજા સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરશે. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે. ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. બસ વરરાજા અને જાન નહીં હોય. મળતી માહિતી પ્રમાણે આ ગુજરાતનું પહેલું આત્મ-વિવાહ હશે.
