કોંગ્રેસ નેતા શશિ થરૂર મુશ્કેલ અંગ્રેજી શબ્દો વાપરવા માટે જાણીતા છે. હવે તેણે પોતાના ટ્વીટમાં એક નવો અંગ્રેજી શબ્દ શેર કરી તેને ‘વર્ડ ઓફ એરા’ કહ્યું છે. તે શબ્દ છે ‘ડૂમસ્ક્રોલિંગ’. આનો અર્થ છે ખરાબ સમાચારને સતત સ્ક્રોલ કરવાની પ્રવૃત્તિ, પછી ભલે તે સુખદ હોય કે નિરાશાજનક હોય. થરૂરની આ પોસ્ટ પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લખી રહ્યા છે- એક નવો શબ્દ આપવા બદલ આભાર સર.
