કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનૌમાં નવસંકલ્પ કાર્યશાળામાં કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, યુવાનોને ધર્મ અને જાતિના નામે વિભાજિત કરાઈ રહ્યા છે. તેમની નોકરીની કોઈને ચિંતા નથી. કોંગ્રેસ દેશના યુવાનો માટે લડી રહી છે. કોંગ્રેસને મજબૂત કરવા માટે ગામડે ગામડે, ઘરે ઘરે જવું પડશે. પ્રિયંકાએ કહ્યું, વિધાનસભાની ચૂંટણીમાં જેટલું કામ કર્યું તેના કરતાં 100 ગણું વધુ કામ કરવું પડશે.
