2015માં પાટીદાર અનામત આંદોલનના નામે ભાજપ સરકારની સામે પડનારો હાર્દિક પટેલે આજે સીઆર પાટીલની હાજરીમાં કમલમ ખાતે કેસરિયા કરી લીધા છે.કોંગ્રેસથી નારાજ થઈને આજે ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલથી પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો નારાજ થયા છે. પાસ આગેવાનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે હાર્દિક પટેલના પૂતળાને કેસરી કપડા પહેરાવીને બ્રિજ પર ફાંસી આપી હતી.
