કલ્પના પાસે ઘણું છે જેના પર માત્ર છારા સમાજ નહિ પણ આખા ગુજરાત ને ગર્વ લેવું જોઈએ.

છારાનગર ની અંધારી ગલીયોમાં, અઢળક તકલીફો વચ્ચે માત્ર બુધન જ નહિ પણ વિચરતી અને વિમુક્ત જનજાતિઓ પર આખા ભારતમાં જે અત્યાચાર થાય છે તે વિષયો પર નાટક કરતી વખતે કલ્પના ની અંદર ના કલાકાર ને મેં ઘણા નજીક થી જોઈ છે. એક અભિશપ્ત સમાજ માં થી આવતી દીકરી જેને હજી પણ પ્રબુદ્ધ સમાજ અને સરકારી તંત્ર જન્મજાત ગુનેહગાર જ માને છે તેવા સમાજ ની દીકરી જગતભરની તકલીફો હોવા છતાં પોતાના અંદર ના કલાકાર ને ધીરે ધીરે, ખુબ જ ધીરજ થી પોષે છે અને કલા નો માત્ર મનોરંજન માટે નહિ પણ સામાજિક બદલાવ માટે સતત ઉપયોગ કરે છે અને ભૂંસાઈ ગયેલી પારંપરિક ઓળખાણ ને કલા ના માધ્યમ થી ફરી થી સ્થાપિત કરે છે તે કલાકાર આજે મહાનાયક બચ્ચન સાહબ સાથે કામ કરે તે અસંભવ જેવી ઘટના ને સંભવ કરી નાખી હોય તેવું લાગે છે.
કલ્પના એ સાબિત કરી દીધું છે કે વિચરતી વિમુક્ત જનજાતિ ની મહિલાઓ ને જો યોગ્ય તક આપવામાં આવે તો તેઓ આકાશ ને પણ આંબી શકે છે. મહાનાયક બચ્ચન સાહબ ને જોઈને અમે બધા મોટા થયા છીએ, એમની ફિલ્મો માંથી ઘણા સંસ્કાર લીધા છે અને હવે કલ્પના ને જયારે આપણે મહાનાયક સાથે જોઈશું તો જીવન માં જે કંઈ સહન કર્યું છે, ભોગવ્યું છે તે તમામ દુઃખો ભુલાઈ જશે અને એક અનેરા આનંદ અને ગર્વ ની લાગણી થશે.
કલ્પના એ એક ઇતિહાસ સર્જી નાખ્યો છે અને આ ઇતિહાસ હજારો વષો સુધી જીવશે.
ખુબ ખુબ અભિનંદન કલ્પના! અમને બધા ને આટલું બધી ગર્વ અપાવવા માટે ખુબ ખુબ આભાર.
Thank you very much, #Vaishalbhai. Much obliged!