ચાલ..ફરવા જઈએ..
વરસાદ ની રાહ જોયા કરીએ,
એના કરતાં સામે થી એને મળવા જઈએ…
ચાલ…. ફરવા જઈએ…….
ભીતર ના ભંડારે દાટેલા કાટમાળ ને,
ખંખેરવા શીદને તે રાહ જોઈએ???
આતમ્ ના અરમાનો ની પસ્તીને વેચવા ચાલ..સામે થી બારદાને ભરવા જઈએ.
ચાલ..ફરવા જઈએ…
કેટલાય દિવસોના ઉપવાસ છે વ્હાલના,
ને કેટલાય વર્ષો ની છે તરસ…
કુદરતના ખોળે રમતી આ ગાયો ની જેમ,
ચાલ… આપણેય ખુશીઓ ચરવા જઈએ…
ચાલ..ફરવા જઈએ….
પોતાની દોડધામ માં જીવવા નું વીસર્યા ને,
દુનિયા નો વાક કેમ કાઢીએ???
આપણી છે જિંદગી ને,આપણો જ ઈજારો…
તારે ને મારે બસ, આપણો જ સથવારો…
ચાલ…”સંગાથે” જિંદગી ને ગોતવા જઈએ…
ચાલ…જિંદગી ને જીવવા જઈએ…
ચાલ…..ફરવા જઈએ…..
