વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગુજરાતની બહાર નહીં જઈ શકે. મહેસાણાની સેશન્સ કોર્ટે જિજ્ઞેશ મેવાણી પર આ પ્રતિબંધ મુક્યો છે.વર્ષ 2017માં વગર મંજૂરીએ રેલી કાઢી હોવાના કેસમાં મહેસાણાની સેશન્સ કોર્ટે આ આદેશ આપ્યો છે.કોર્ટે અગાઉ આ કેસમાં 3 માસની સજાનો હુકુમ કર્યો હતો.અરજીની સુનાવણી દરમિયાન હવે કોર્ટે આ આદેશ આપતા કહ્યું છે કે જિજ્ઞેશ મેવાણી ગુજરાત બહાર નહીં જઈ શકે.
