હૈદરાબાદમાં મર્સિડીઝ કારમાં કથિત ગેંગરેપ કેસમાં ત્રણ આરોપીઓના રાજકીય કનેક્શન સામે આવ્યા છે. જેના કારણે ઘટનાના આટલા દિવસ પછી ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રો મુજબ આરોપીઓમાં એક ધારાસભ્યનો પુત્ર છે, જ્યારે બીજો રાજ્ય સરકારના બોર્ડના અધ્યક્ષનો પુત્ર છે. આ કેસ સાથે જોડાયેલા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાંથી ત્રણ સગીર છે જ્યારે બે પુખ્ત છે.
