મુંબઈ: લાંબા સમય બાદ મુંબઈમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. આંકડા પ્રમાણે એક જ દિવસમાં મુંબઈમાં નવા 763 કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઇકબાલ ચહલે રહેણાંક ઇમારતોમાં મોટા પાયે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં તાજેતરમાં કેસ મળી આવ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યું કે દૈનિક કોવિડ-19 ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ.
