પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
