જે જગ્યાએ ભાજપ નબળી છે ત્યાં સૌથી પહેલા પ્રવાસ થશે

ભાજપના તમામ વર્તમાન મંત્રીઓ 182 બેઠકો અંતર્ગત પ્રવાસ કરશે. પ્રથમ તબક્કામાં ભાજપ માટે કોગેસના ગઢ ગણાતી અને મુશ્કેલ બેઠકો પર મંત્રીઓ પ્રવાસ કરશે. આ વિધાનસભા બેઠકમાં દરિયાપુર વિધાનસભાની જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપાઈ છે. દરિયાપુર બેઠક અમદાવાદમાં કોંગ્રેસનું અને ગ્યાસુદ્દીન શેખનું ગઢ ગણાય છે. કામરેજ બેઠકની જવાબદારી મંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ છે. સાણંદ વિધાનસભા બેઠકમા મંત્રી ઋષિકેશ પટેલ પ્રવાસ કરશે. નિઝર બેઠકની જવાબદારી કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારને સોંપવામાં આવી છે.