(Wrtiter Parul solanki ,,ArticlePubliushed in feelings-2017 issue “સંવેદના કોલમ” )
હમણાં થોડા સમય પહેલા એક કિટી પાર્ટી માં સ્પીચ આપવા માટે જવાનું બન્યું ..નીર્ધારિત દિવસે નક્કી થયેલા સમયે હું કિટી પાર્ટી માં પહોચી…ખુબ જ સરસ ખુશનુમા વાતાવરણ હતું.. સ્વાતિબેને મને વોર્મ વેલકમ કર્યું.સ્વાતિબેન આ કિટી ના હોસ્ટ હતા,તેઓએ મને જણાવ્યું કે “આ કિટી માં હું થોડું અલગ જ અને કૈક અંશે એક ગ્રાન્ડ થીમ રાખવા માંગતી હતી .કેમ કે બધી મહિલા ઓ પોતાના રૂટીન વાતાવરણ થી કૈક અલગ વાતાવરણ માટે જ કિટી પાર્ટી જોઈન કરતી હોય છે .કે જ્યાં તેઓ અનેરા ઉત્સાહ અને એક રોમાંચ સાથે આનંદ માણી શકે .. તેથી કિટી ની અમારી પચાસ મહિલા મેમ્બર માટે આ વખતે મેં બ્યુટી કોન્ટેસ્ટ પણ રાખી છે અને ડ્રેસકોડ છે “સાડી”, કેમકે અત્યારે સ્ત્રીઓ સાડી તો પ્રસંગોપાત જ પહેરતી હોય છે તેથી “સાડી “ડ્રેસ કોડ રાખવાથી બધા મહિલા મેમ્બર માં અનેરો ઉત્સાહ છે,”તો તમારે અમારી પાર્ટી માં સ્પીચ આપવા સાથે આ કોન્ટેસ્ટ ના જજ તરીકે પણ સેવા આપવાની છે !!”.
સ્વાતિબહેને મને ખુબ મોટી જવાબદારી સોપી દીધી !!.અને એ સેકન્ડ થી જ મારી જજ તરીકે ની કામગીરી શરુ થઇ ગઈ( અલબત ..દરેક મહિલાઓ ના નિરીક્ષણ સાથે..) .કેમકે આ બ્યુટી કોન્ટેસ્ટ માટે ૩ વિનર્સ મારે નક્કી કરવાના હતા..(સાથે ક્વેશ્ચન રાઉન્ડ પણ રાખ્યો હતો.)
બધી મહિલા મેમ્બેર આવી જવા સાથે પાર્ટી ની શરૂઆત થઇ ગઈ..૨૫ થી ૫૫ વર્ષ ની એઇજ ગ્રુપ ધરાવતી મહિલાઓ હતી.. પાર્ટી માં આવેલ દરેક મહિલાઓ બ્યુટી કોન્ટેસ્ટ રાખી હોવાથી ખુબજ સરસ તૈયાર થઇ ને આવેલ અને ખુશખુશાલ ચહેરે આનંદ માણી રહી હતી,ઇનફેક્ટ ખુબ સુંદર ડીઝાઈનર સાડી ઓ અને સુંદર જ્વેલરી પહેરેલ મહિલા ઓની જાણે ફેશન પરેડ માં હું આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું ,કિટી ની શરૂઆત અલગ અલગ ગેમ રમવાથી થઇ..મારી ચકોર નજર દ્વારા દરેક મહિલા ના એકેએક વર્તન નું નિરીક્ષ્ણ થઇ રહ્યું હતું ,ગેમ નો રોઉંન્ડ પૂર્ણ થયા બાદ વારો આવ્યો મારી સ્પીચ નો, સ્પીચ આપવા સાથે મેં તેઓ સાથે પ્ર્શોતરી ,કરી જેથી કરીને ત્યાં હાજર મહિલા મેમ્બર ની સ્માર્ટનેસ અને ,શાર્પનેસ,ઉપરાંત બુધીપ્રતીભા ,નો ખ્યાલ આવે..સાથે જ પ્રશ્નોતરી માં ભાગ લેનાર દરેક મહિલા ઓ ની હું અલગ નોંધ કરી રહી હતી જેના પરથી મારે માર્ક્સ આપવાના હતા.ઉપરાંત એક રેપીડ ફાયર રાઉન્ડ પણ રાખ્યો ,જેમાં ટીવીસેરિઅલ અને મૂવી ,અને જીવન અને જનરલ નોલેજ ને લગતા થોડા પ્રશ્નો પૂછયા ,ચર્ચા ચાલતી રહી ,બધાને ખુબ જ મજા પડી ગઈ ,
,,અને ત્યાર બાદ સમય આવી ગયો ત્રણ વિજેતા જાહેર કરવાનો..આ સમયે દરેક મહિલા ના ફેઇસ ના અલગ અલગ ભાવ જોઇને તેઓના મનમાં ચાલતા વિચારો વિષે અનુમાન લગાવી શકાતું હતું..દરેક ને એક રાહ હતી કે હવે ત્રણ વિજેતા મહિલાઓ કોણ હશે?!!? સાથે જ એક સમાંતર વિચાર દરેક ના મન માં ચાલી રહ્યો હોય..કે હું વિજેતા બનીશ?!!અને બટ નેચરલ ..દરેક સ્ત્રી ની એ ઈચ્છા હોય જ કે બ્યુટી કોન્ટેસ્ટ માં પોતે જ વિજેતા બને..!!અને મેં વિજેતા જાહેર કરતા પહેલા તે લોકો ને ખાસ જણાવ્યું કે,તમે બધા લોકો ખુબ સરસ તયાર થઇ ને આવ્યા છો.બ્યુટીફૂલ દેખાવ છો અને હા , સ્ત્રી એક સુંદરતા નું જ સ્વરૂપ હોય છે અને દરેક સ્ત્રી પોતાની નજર માં એક બ્યુટી ક્વીન હોય જ છે ,અને દિલ થી એવી લાગણી એ સદાય અનુભવતી હોય છે પરંતુ આવી બ્યુટી કોન્ટેસ્ટ માં વિનર નક્કી કરવા માટે અમુક ક્રાયટેરિયા નક્કી કરેલા હોય છે અને તે મુજબ ત્રણ વિનર નક્કી થશે તેથી જે લોકો પ્રથમ ત્રણ વિજેતા માં નથી આવતા ,તેઓ પ્લીઝ પોતાના માટે કઈ જ નેગેટીવ વિચાર ના કરે,!
અને ત્રણ વિજેતા સ્ત્રીઓ ના નામ જાહેર કરવા સાથે જ વાતાવરણ માં ચિચિયારી સાથે એક હર્ષોઉલ્લાસ છવાઈ ગયો..અભિનંદન ની આપ-લે બાદ વિનર મહિલાઓ ને પ્રાઈઝ અપાઈ ગયું અને મારી સ્પીચ નો સમય આવી ગયો..
આખા ગ્રુપે ,સ્પીચ પણ સરસ રીતે તેઓ એ એન્જોય કરી.ત,પરંતુ .આ સમય દરમ્યાન મેં જોયું કે બે મહિલાઓ ત્યાં ખુબજ ઉદાસ ચહેરે બેઠેલ હતી..અને બ્યુટી કોન્ટેસ્ટ હારી જવાની હતાશા તેઓ ના ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. અને એ સ્વાભાવિક છે કે કોઈ પણ સ્પર્ધા ની હાર-જીત જાહેર થતા જ માનવીય મન માં આ પ્રકાર ની નકારાત્મક લાગણી એ ઉદભવે કુદરતી છે , પરંતુ એ ઉદાસી ની લાગણી ને પણ ખુશી ની લાગણી માં પણ પલટાવી શકાય છે,તેના માટે જરૂર હોય છે મન ના વલણ ને બદલવાની,!!
ત્યાં હાજર રહેલ કિટી મેમ્બર આડત્રીસ વર્ષીય વય ધરાવતા ગૃહિણી રુચીબેને આ બાબતે બહુ સરસ વાત કરી ,”મેં ભલે આજની સ્પર્ધા માં વિનર પ્રાઈઝ નથી મેળવ્યું,પરંતુ આજે હું બહુ જ ખુશ છું!! કેમકે આજની કિટ્ટી ના આ અનેરા પ્રોગ્રામ માં મને ખુબ જ આનંદ આવ્યો છે, કેમકે મેં એક બ્યુટી કોન્ટેસ્ટ માં ભાગ લીધો,એના માટે સુંદર તયારી કરી ,મારી સેલ્ફ ને સુંદર અને પરફેક્ટ લૂક આપવાની કોશિશ કરી,એટલું જ નહિ આજે મને મારા પરફેક્ટ લુક આપવા માટે ઘણી નવી બાબત જાણવા મળી જેથી હું કૈક નવું શીખી શકી ,ઇવન આખો પ્રોગ્રામ મારા માટે રોમાંચક બની રહ્યો !!અને આ રોમાંચ લાંબા સમય સુધી જળવાઈ રહેશે..કેમકે મિસ ઇન્ડિયા,કે મીસીસ ઈન્ડયા જેવી ઘણી બ્યુટી કોન્ટેસ્ટ મોટા પાયે યોજાતી હોય છે,તો એવી કોન્ટેસ્ટ માં પાર્ટીસિપેટ થવું એ તો મારા માટે કે મારા જેવી ઘણી સ્ત્રીઓ માટે એક સપના જેવું ગણાય !!ત્યારે મને આજે ઘર આંગણે મારા કિટી ગ્રુપ માં આવા સરસ પ્રોગ્રામ માં ભાગ લેવાનો લ્હાવો મળ્યો ..મારા માટે ખુશી નું વર્ણન કરવું એ સ્પીચલેસ છે એમ કહી શકું હું એકદમ રીફ્રેશ થઇ ગઈ અને ખુબ ગૌરવ અનુભવું છું કે હું એક એવી કિટી સાથે જોડાયેલ છું કે ત્યાં આવા સરસ પ્રોગ્રામ થાય છે .જ્યાં મેં એક બ્યુટી કોન્ટેસ્ટ માં ભાગ લીધો !!,બાકી આપણા સમાજ માં ઘણી સ્ત્રીઓ હોય છે કે જેઓ પોતાના ઘર પરિવાર માં એટલી અટવાયેલ હોય છે કે આવા પ્રોગ્રામ માં પણ નથી જઈ શકતી !! તો હું તો ઘણી નસીબદાર છું ,આવા સરસ વાતાવરણ માં હું આજે એન્જોય કરી રહી છું
રુચીબેને ખુબ સરસ વાત કરી ,તેઓ વિનર ના બન્યા,પરંતુ તેઓ આવા પ્રોગ્રામ માં પાર્ટી સિપેટ કરી શક્યા એ જ એમને મન મોટી વાત છે,ઉપરાંત પરફેક્ટ બ્યુટી માટે બે વાત તેઓને નવી જાણવા મળી ,તો જયારે તેઓ આવા બીજા કોઈ પ્રોગ્રામ માં ભાગ લેશે તો તેઓ ને એ શીખેલ બાબત કામ માં આવશે જ ,કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ પણ સ્પર્ધા માં ભાગ લઈએ અને ના જીતી શકીએ તો નિરાશ નથી થવાનું પરંતુ પહેલા તો ખુશ થવાનું છે કે મહિલા ગ્રુપ ના આવા સરસ પ્રોગ્રામ એટેન્ડ કરી શકાય છે ,સ્પર્ધા માં ભાગ લઇ શકાય છે ,પછી એ મહિલાઓ માટેની સ્પર્ધા જીતવા માટે આપણે શું વધુ તયારી કરવી જરૂરી હતી એ વિચારવાનું છે તેથી નવી બે વસ્તુ શીખવા અને જાણવા મળે છે ,જે આપણ ને જીવન માં આગળ જતા કામ આવે છે ,જેને આપણે આપણું ગૃમીંગ કહી શકીએ .
પારુલ સોલંકી
(Wrtiter Parul solanki ,,ArticlePubliushed in feelings-2017 issue “સંવેદના કોલમ” )
