કાનપુરમાં થયેલી પથ્થરબાજી માં ત્રણ એફઆઈઆર તેમજ 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજોની સીસીટીવીના આધારે ઓળખ કરવામાં આવી રહી છે. ગઈકાલે નમાજ પછી વાતાવરણ બગાડવાની કોશિશ કરવામાં આવતા બહાર આવેલા ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જે માટે યુપી પોલીસે પી એફ આઈ નો હાથ હોવાનું અંદેશો દર્શાવે છે. જેમાં મુખ્ય આરોપી હયાત હાશ્મી નું નામ બહાર આવ્યું છે યુપી પોલીસ દ્વારા દરેક પથ્થરબાજોની સંપત્તિ પર કબજો કરી અને મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે.
