કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ‘સોફ્ટ ટાર્ગેટ અંગે કિલિંગને રોકવા માટે સરકારે એક ચક્રવ્યુહ બનાવ્યું છે. સૂત્રોનું મુજબ નવી વ્યૂહરચના હેઠળ સ્થાનિક લોકો, નાના ગુનેગારો અને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકોની આગામી થોડા સમયમાં અટકાયત કરવામાં આવી શકે છે.
