બરેલી પ્રશાસને જિલ્લામાં 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદી દીધો છે. કાનપુર હિંસા બાદ મુસ્લિમ મૌલવી તૌકીર રઝા દ્વારા 10 જૂને જાહેર કરાયેલા મોટા વિરોધ પહેલા સાવચેતી તરીકે પોલીસે કલમ-144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કર્ફ્યુ સમયગાળા દરમિયાન જાહેર સ્થળોએ પાંચથી વધુ ! લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન ધરણાં પર પણ પ્રતિબંધ રહેશે.
