હાર્દિક પટેલનું ભાજપીકરણ થયા બાદ હવે વધુ 4 કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે. કામિનીબા રાઠોડ તથા સંજયસિંહ માલપર અને રાજેશ જોષી સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે.
