કાનપુરમાં 3 જૂને હિંસા ફેલાવનાર તત્વોની ધરપકડનો દોર તેજ થઈ ગયો છે. સોમવારે કાનપુર પોલીસે હિંસક અથડામણમાં સામેલ 40 શકમંદોના પોસ્ટર જાહેર કર્યા છે. કાનપુર પોલીસે સીસીટીવી અને વીડિયો ફૂટેજને સ્કેન કર્યા બાદ આ શકમંદોની તસવીરો જાહેર કરી હતી. પોલીસે લોકોને આરોપીઓને શોધવામાં મદદ કરવા અપીલ કરી હતી.પોલીસે માહિતી આપવા માટે ઈન્સ્પેક્ટર બેકોનગંજનો મોબાઈલ નંબર (9454403715) પણ જાહેર કર્યો.
