ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે વારાણસીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવી છે. વિસ્ફોટોના 16 વર્ષ બાદ આ નિર્ણય આવ્યો છે. વારાણસીના સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન પર 2006માં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 18 લોકોના મોત થયા હતા અને 35થી વધુ લોકો ઘાયલ થયા હતા.
