પંજાબમાં 29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા પંજાબના માનસા જશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી બપોરે 12 વાગ્યે સિદ્ધુ મુસેવાલાના મૂળ ગામ માનસાના મુસા પહોંચશે. જ્યાં તે સિદ્ધુના પરિવારજનોને મળશે. મહત્વનું છે કે તાજેતરમાં યોજાયેલી પંજાબ ચૂંટણી પહેલા સિદ્ધ કોંગ્રેસમાં જોડાયા હતા.
