વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ ભાજપના નેતાઓના કથિત વિવાદાસ્પદ નિવેદનોનો મુદ્દો જોર પકડી રહ્યો છે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશોના વિરોધ બાદ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. હવે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદની પણ એન્ટ્રી થઈ છે. VHPએ ભારતમાં ઈશનિંદા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી છે.
