ડ્રેક, ધ વીકેન્ડ જેવા સ્ટાર્સ સાથે રેકોર્ડ કરનાર અમેરિકન રેપર મારિયલ સેમોન્ટે ઉર્ફે ટ્રબલની રવિવારે 34 વર્ષની ઉંમરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોનિયર્સના લેક સેન્ટ જેમ્સ એપાર્ટમેન્ટમાં ટ્રબલ પર અજાણ્યા શખ્સોએ ગોળાબાર કર્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
