Sunday, May 19, 2024

Latest News

પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી

    રૂદ્રપ્રયાગઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાન કરીને હાલ ચાલી...

રુદ્રપ્રયાગ કથાનો વિરામ,આગામી ૯૩૬મી કથા ચાર દશક પછી ગોંડલનાં આંગણે ૧૮ મે-શનિવારથી મંડાશે. વિજ્ઞાનરૂપી બ્રહ્મની મા ભક્તિ છે. પાંચ જ મિનિટમાં આવનારી ત્રણ-ત્રણ કથાઓની બાપુએ વ્યાસપીઠ પરથી જાહેરાત કરી. રુદ્રસંહિતા આનંદ,ઉત્સાહ,માધુર્ય એવી સાત વસ્તુઓનું વર્ધન કરે છે. બીજ પંક્તિઓ: જૌં ખલ ભએસિ રામ કર દ્રોહી; બ્રહ્મ રુદ્ર સક રાખિ ન તોહી. -લંકાકાંડ દોહા-૨૭ બિષ્નુ કોટિ સમ પાલન કર્તા; રૂદ્ર કોટિ સત સમ સંહર્તા. -ઉત્તરકાંડ દોહા-૯૨ આ બીજ પંક્તિઓ સાથે કથાના પુર્ણાહુતિ દિવસે બાપુએ કહ્યું કે બાબુભાઈ કાણકિયાનાં નિમિતમાત્ર મનોરથી પરિવાર દ્વારા થયેલી આ કથાની દરેક પ્રકારની પ્રસન્નતા વ્યક્ત કરું છું.પહાડી જનતા અને જન-જનને પ્રણામ કરી ઉપસંહારક વાત કરતા બાપુએ કહ્યું કે રુદ્રસંહિતાના થોડાક ફળ બતાવ્યા છે.શિવપુરાણમાં આ રુદ્રસંહિતા તુલસીદાસજીએ લગભગ,કરીબ-કરીબ નેવું ટકા શિવચરિત્રના પ્રસંગો જેમાંથી થોડાક ફેરફારો સાથે લીધા છે.સુતજી શૌનક આદિને કહે છે કે રુદ્રસંહિતાના સાત પરિણામ છે: એક-રુદ્ર સંહિતા ઉત્સાહ વર્ધન કરે છે. બે-આનંદ વર્ધન થાય છે. ત્રણ-બળવર્ધન:જે આત્મબળ,પ્રાણબળ અને સંકલ્પ બળની વૃદ્ધિ કરે છે. ચાર-બુદ્ધિ વર્ધન:આપણને ખબર પણ ન પડે એ રીતે બુદ્ધિને કથા દીક્ષિત કરે છે અને સાત્વિક બુદ્ધિમાં વધારો થાય છે. પાંચ-માધુર્ય વર્ધન કરે છે.મીઠાશ વધારે છે. છ-સ્વાદ વર્ધન કરે છે:ક્ષણે-ક્ષણે સ્વાદ વધે છે. સાત-આરામ વર્ધન કરે છે. બાપુએ કહ્યું કે રામચરિત માનસના સાત સોપાન પણ આ જ કામ કરે છે.સાત વસ્તુ વધે છે. બાલકાંડમાં ઉત્સાહ વર્ધન થાય છે.કારણ કે રામનો જન્મ અને રામનો વિવાહ ઉત્સાહ વધારે છે. અયોધ્યાકાંડ આનંદ વર્ધન કરે છે.ત્યાં કોલ કિરાત વગેરે વનવાસીઓમાં આનંદ વધારો થાય છે.અરણ્યકાંડમાં બુદ્ધિવર્ધન થાય છે.મુનિઓ, તપસ્વીઓ,ઋષિઓ એ બધા જ આપણી બુદ્ધિનું વર્ધન કરે છે.કિષ્કિંધાકાંડ બલવર્ધન કરે છે.સુગ્રીવનું બળ રામને જોઈને વધે છે.સુંદરકાંડ માધુર્યનું વર્ધન કરે છે.લંકાકાંડ સ્વાદવર્ધન કરે છે.રાવણને પણ મુક્તિનો સ્વાદ વધે છે.અને ઉત્તરકાંડ એ વિશ્રામ વર્ધન કરે છે. શિવપુરાણ અંતર્ગત રૂદ્રસંહિતાનું એક આખું પ્રકરણ ત્યાં શિવ પાર્વતીના વિવાહ પછી અને વિહાર પછી પાર્વતી શિવની વંદના કરે છે:નમો રુદ્રાય શાંતાય બ્રાહ્મણે પરમાત્મને… કહી અને સ્તુતિ ગાન કરે છે. શ્રીમદ ભાગવતમાં નવધા ભક્તિ અને રામચરિત માનસમાં આપણે નવધા ભક્તિ છે એમ શિવપુરાણમાં નવ પ્રકારની ભક્તિ પૂછે છે.શિવ કહે છે કે જ્ઞાનથી પણ વિજ્ઞાન શ્રેષ્ઠ છે.વિજ્ઞાનરૂપી બ્રહ્મની મા ભક્તિ છે એવું અહીં લખ્યું છે.પાંડુરંગ દાદા કહેતા કે:પરમ તત્વથી ક્યારેય વિભક્તિ ન થાય એ જ ભક્તિ! નવ પ્રકારની ભક્તિ કહેતા શિવ કહે છે:શ્રવણ,કીર્તન,સ્મરણ,સેવન,દાસ્યભક્તિ,અર્ચન, વંદન,સખ્ય અને આત્મઅર્પણ.જે લગભગ લગભગ માનસની નવધા ભક્તિને મળતી આવે છે. બાકી રહેલી કથાનો સાર પૂરો કરી અને રામરાજ્ય બાદ લલિત નરલીલા અને અંતે કાગભુશુંડીનું ચરિત્ર તેમજ સાત પ્રશ્નોની ચર્ચા કર્યા પછી વિધ-વિધ ઘાટ પરથી કથાને વિરામ અપાયો અને બાપુએ પણ પોતાનું કથાનું વિરામ આપતા આ રામકથાનું સુકૃત-સુફળ રુદ્રેશ્વર ને અર્પણ કર્યું આગામી-૯૩૬મી રામકથા લોહલંગજી આશ્રમ ગોંડલથી પ્રવાહિત થશે.આ રામકથાનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબનાં માધ્યમથી નિયત નિયમિત સમયે નિહાળી શકાશે. Box કથા વિશેષ: ગોંડલનાં આંગણે ૪૧ વરસ પછી અચાનક આવ્યો કથાનો અવસર. બાપુએ આજે જણાવ્યું કે વ્યાસપીઠની કેવી વિચિત્રતા છે કે ક્યારેક કથાઓ આપવામાં વર્ષો નીકળી જાય છે અને ક્યારેક પાંચ મિનિટમાં ત્રણ ત્રણ કથાઓ આપું છું!એક કથા પાંચ પ્રયાગમાંથી એક-નંદપ્રયાગમાં પણ કરીશું.અને શક્ય બને તો આવતા વર્ષે આ જ દિવસોમાં એ કથા થશે.જેના મનોરથી ઘાટકોપરની દીકરી રીના ગોર હશે,જે વર્ષોથી કથા માંગે છે. એ સિવાય વિષ્ણુ પ્રયાગમાં કથા આ જ પરિવારનો આશિષ માગી રહ્યો છે-એ પણ કરવામાં આવશે. પણ આગામી દિવસોમાં ૧૮ થી ૨૬ મે ગોંડલ ખાતે કથા યોજાશે.આ ખૂબ ઝડપથી થયેલું આયોજન છે અને ગોંડલમાં ઘણા વર્ષો પછી કથા કરવા જઈ રહ્યો છું.કદાચ ૪૧ વર્ષ પછી ગોંડલમાં કથા થશે.છેલ્લે ૧૯૮૧માં કથા થયેલી.એ વખતે જલારામ બાપાના પરિવાર ગિરધરરામ બાપાનો પરિવાર પધારેલો હતો ગોંડલમાં લોહંલંગજી બાપુનું સ્થાન છે,જે ગોંડલિયા સાધુ અને ત્યાં વર્તમાન સીતારામ બાપુ ઘણા વખતથી કથા માંગતા હતા.રઘુરામબાપાના આશીર્વાદ લઇ અને વીરપુરના ભરતભાઈ સાથે વાત થઈ અને ખૂબ જ ઝડપથી બહુ ઓછા દિવસોમાં એનું આયોજન થયું છે.આ કથાનાં મનોરથી યુગાન્ડા રહેતા,ત્રણ જ લોકોનો પરિવાર ચેતનના પરિવાર દ્વારા કરવામાં આવશે. બાપુએ કહ્યું કે અહીં કે રૂખડબાબા કીર્તન કરે છે એને જણાવ્યું કે કર્ણાટકમાં મહાબળેશ્વર પણ વિશિષ્ટ જગ્યા છે અને ત્યાં પણ સમય અને અવસર આવ્યે મુંબઈવાળા રાજુ અને હેમાનો પરિવાર કે જે પરબધામના આશ્રિત પરિવારમાંથી આવે છે,એમના દ્વારા કથાગાન કરવામાં આવશે.જે રૂખડબાબાના માર્ગદર્શન નીચે કરાશે. આમ કથા પૂરી કરતાં કરતાં ત્રણ કથાઓ પાંચ મિનિટમાં આપી બાપુએ કહ્યું કે મારું એક જ કારણ છે કથા વગર રહી શકાતું નથી

  વિજ્ઞાનરૂપી બ્રહ્મની મા ભક્તિ છે. પાંચ જ મિનિટમાં આવનારી ત્રણ-ત્રણ કથાઓની બાપુએ વ્યાસપીઠ પરથી જાહેરાત કરી. રુદ્રસંહિતા આનંદ,ઉત્સાહ,માધુર્ય એવી...

Page 4 of 237 1 3 4 5 237

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.