દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને ‘ગૌતમ બુદ્ધ સેન્ટેનરી ગાર્ડન રાખવામાં આવ્યું છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. ડીયુએ દલીલ કરી હતી કે 27 જાન્યુઆરીએ નામ બદલવા પાછળ બગીચો મુઘલ શૈલીનો નથી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવને શનિવારે તેના પ્રખ્યાત મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે.