
અમદાવાદ20 મિનિટ પહેલા
કૉપી લિંક
ફાઈલ ફોટો
અરજદારોએ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએઃ હાઈકોર્ટ
ગુજરાતમાં PSI ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે. હાઈકોર્ટે અરજદારોને પણ સલાહ આપી છે કે, પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ. કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદ અને માંગ લઈને આવ્યા છો એટલે ન્યાય તો મળશે જ.
રાજ્ય સરકારે પોતાનો જવાબ પણ રજૂ નથી કર્યોરાજ્યમાં PSIની ભરતી મામલે થયેલ અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટને અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે, જ્યાં સુધી કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પરીક્ષા પર રોક લગાવવામાં આવે, કારણ કે છેલ્લી ચાર મુદતથી રાજ્ય સરકારે પોતાનો જવાબ પણ રજૂ નથી કર્યો. આ મામલે કોર્ટે કહ્યું કે એડવોકેટ જનરલ હાજર ના હોય તો ગવર્નમેન્ટ પ્લીડરની ઓફીસ આ મુદ્દે જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજુ કરે.
3 ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું ઉલ્લંઘનPSIની ભરતી માટે પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરીટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના 3 ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજુઆત કરી છે.
ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે કોર્ટ સમક્ષ અરજીGPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવો જોઈએ, જોકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે. આ ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે…