વિશિષ્ટ કોફીની તેની શ્રેણી સાથે પ્રીમિયમ કોફીમાં આગેવાન બહુપ્રતિક્ષિત નેસપ્રેસ્સો 2024ના અંત સુધી ભારતમાં લોન્ચ કરાશે. નેસપ્રેસ્સો કોફી અને મશીન્સ ડોમેસ્ટિક અને પ્રોફેશનલ ગ્રાહકોને પહોંચી વળવા માટે અસલ અને વ્યાવસાયિક પ્રણાલીઓમાં ઉપલબ્ધ થશે. પ્રથમ નેસપ્રેસ્સો બુટિક અન્ય મુખ્ય શહેરોમાં વિસ્તરણ પૂર્વે દિલ્હીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે. નેસપ્રેસ્સો ઈ-કોમર્સ મંચો થકી ઓનલાઈન વેચાશે. તેનું લોન્ચ નેસલે ઈન્ડિયાની પ્રીમિયમ કોફીની ઓફરોને ગતિ આપશે.
નેસપ્રેસ્સો સર્ટિફાઈડ BCorp™ – ગ્રાહકો માટે અસમાંતર કોફીની બ્લેન્ડ્સનો ખોજ, નવી રેસિપીઓની રચના અને પ્રીમિયમ કોફીનો અનુભવ પ્રદાન કરતાં કોફી ઈનોવેશન પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સર્વ નેસપ્રેસ્સો કોફી સ્વિટઝર્લેન્ડમાં ઉચ્ચ ગુણવત્તાની, અત્યાધુનિક ઉત્પાદન ફેક્ટરીઓમાં ઉત્પાદન કરાય છે અને દુનિયાભરમાં નેસલે બજારમાં નિકાસ કરાય છે.
નેસલે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણને જણાવ્યું હતું કે, “મને એ વાતની બેહદ ખુશી છે કે નેસપ્રેસ્સો ટૂંક સમયમાં જ ભારતમાં ગ્રાહકો, કોફીના શોખીનો અને કોફીના ચાહકો માટે ઉપલબ્ધ થશે, જે નવા અનુભવો અને અસાધારણ કોફીઓની ખોજ ઉજાગર કરશે. તાજેતરનાં વર્ષોમાં ભારતમાં કોફીનો ઉપભોગમાં ઘરમાં ઉપભોગના ઈચ્છનીય પ્રવાહ સાથે ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતી યુવા વસતિ, વૈશ્વિક પ્રવાહોને સન્મુખતા અને નવા અનુભવોએ ભારતને નેસલે માટે સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી કોફી બજારમાંથી એક તરીકે સ્થાપિત કર્યો છે.”