
રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લની ફાઈલ તસવીર.
તમારા નિર્ણયો સંપૂર્ણ ગેરકાયદેસર હોય છે તે જાણીને ખૂબ જ દુખ થાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 56માં સ્થાપના દિનથી ફરી વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી ન થતા ભાજપ કોંગ્રેસના કુલ 7 સિન્ડિકેટ સભ્યોના પદ છીનવાઇ જતા બીજા જ દિવસથી ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ અને કાર્યકારી રજિસ્ટ્રારને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલ શુક્લએ પત્ર લખી તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરીને લેવાયેલ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માગ કરી છે.
ઇન્ચાર્જ કુલપતિને કાયમી કુલપતિની સત્તા મળતી નથીનેહલ શુક્લે પત્ર લખી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટ મુજબ જ્યારે પૂર્ણ સમયના કુલપતિની નિમણૂક થતી નથી ત્યારે કુલાધિપતિ કોઇપણ એક ડીનને કુલપતિની ચાર્જ સોંપે છે. પરંતુ તેને કાયમી કુલપતિની જેમ વિશેષ સત્તાઓ મળતી નથી, તેમણે પોતાના દરેક કાર્યો એક માસની અંદર સિન્ડિકેટ બોલાવીને તેમાં મંજૂર કરાવવા જ પડે તેવો નિયમ છે. કુલપતિ દ્વારા આ નિયમનો સદંતર ઉલાળિયો કરાયો જ છે, પરંતુ ઘણા બધા એક્ટ વિરુદ્ધના નિર્ણયો લેવાયેલા છે તે તાત્કાલિક રદ કરી અને આ નિર્ણયને લીધે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈપણ આર્થિક નુકસાન થયું છે તો તેના માટે પણ આપની અને ખોટો ગેરકાયદેસર અભિપ્રાય આપનાર અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે જ તેવું આપને સ્પષ્ટ લેખિતમાં આપીએ છીએ.
સત્ય આજે નહીં તો થોડા સમય પછી બહાર આવશેઆ સાથે વધુમાં જણાવ્યું હતું કે, સત્ય આજે નહીં તો થોડા સમય પછી બહાર જરૂર આવે જ છે તે વાત કોઈ કર્મચારીએ ભૂલવી નહીં. આ સિવાય પ્લેસમેન્ટથી ભરતી કરાયેલા કર્મચારીઓમાં આપે જે સમયસર પંચ ન કરે તો તેનો અડધા દિવસનો પગાર કાપવાનો જે લેખિત આદેશ કર્યો છે તે લેબર લોની સંપૂર્ણ વિરુદ્ધ છે. અમાનનીય અને શોષણકર્તા છે તેને તાત્કાલિક રદ કરો અને જેને પણ આ ગેરકાયદેસર નિર્ણય લીધો છે તે સૌ પર પગલા લેવામાં આવે.
ટીચિંગ અને નોનટિચીંગની ભરતીમાં નિયમોનો ઉલાળિયોટીચિંગ અને નોનટિચીંગની ભરતીમાં આપ દ્વારા જે રીતે નિયમોનો ઉલાળિયો કરીને લાયક ઉમેદવારોને ગેરલાયક ઠરાવ્યા છે તે બધાને તાત્કાલિક ઇન્ટરવ્યૂ કોલ આપશો. આપના છેલ્લા ત્રણ માસ દરમિયાન લેવાયેલા સિન્ડિકેટની અનુમતિ વિનાના બધા જ નિર્ણયો રદ થવાને પાત્ર છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટનો ભંગ છે. ગેરકાયદેસર છે જે બધા જ યુનિવર્સિટીના અધિકારીઓ સ્પષ્ટ સમજી લેશો, રાજ્યસરકાર પણ આ વિધાનસભામાં મંજૂર કરીને પસાર કરાયેલા એક્ટમાં ફેરફાર ફરીથી તેને વિધાનસભામાં સુધારો મંજૂર કર્યા સિવાય કરતી નથી. ત્યારે તમે અને તમારા સાથીઓ દ્વારા આ એક્ટ વિરુદ્ધના બધા પગલાં માટે તમારી પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આપ કાર્યકારી કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નામના વધારો તેવી અપેક્ષા હોય પરંતુ આપના નિર્ણયો સંપૂર્ણ ગેરકાયદેસર હોય છે તે જાણીને ખૂબ જ દુખ થાય છે.
અન્ય સમાચારો પણ છે…