અચાનક ક્યાં કારણથી આવે છે હાર્ટએટેક?
થોડા વર્ષોમાં યુવાનોમાં અચાનકથી આવતા હાર્ટએટેક વધ્યા છે. ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા રોગો હૃદયરોગને આમંત્રણ આપે છે. ડેનમાર્કમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું, જો તમને એથરોસ્ક્લેરોસિસ છે, તો તમને હાર્ટ એટેકનું જોખમ આઠ ગણું વધારે છે. એથરોસ્ક્લેરોસિસથી બચવા ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. સ્વસ્થ ખાઓ અને વજન નિયંત્રણમાં રાખો.