પ્રજ્ઞાચક્ષુ બહેનોમાં ઉત્સાહનો ઉમંગ વધારતી મારી કવિતા ….
સ્પર્શ -શક્તિ
મારી આંગળીઓના ટેરવે ઉગ્યા છે સંવેદનાના ફૂલ ,
એ ફૂલોમાં છે વસંતઋતુના તોરણની અનોખી ઝુલ,
સંઘર્ષ કરી કંડારું છું હું ,જીવનનો મારો પોતાનો પથ,
અજવાળું પાથરી દિવાકર કહે , રોકી દઉં મારો રથ,
પાંખો ભલે વીંધાય મારી,શોધું નવા આકાશનો આકાર ,
મારા મક્કમ ડગલાંઓનું કદ વધારી ,સપના કરું હું સાકાર,
સ્પર્શ- શક્તિનું વર પામી , કેળવ્યા ઈશ્વરીય દિવ્યચક્ષુ ,
કલ્પના-શક્તિના બળે જીવન અજવાળી
કહેવાયા પ્રજ્ઞાચક્ષુ ,
તું મને કહે ,તારી પાસે
છે માત્ર એક જ કલમ ,
મારી તો દસે આંગળીઓ બની છે અનોખી કલમ ,
-બીના પટેલ