ભારતે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં આજથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30 રૂ. પ્રતિ લિટર વધારો થયો છે. IMFની વાતચીત નિષ્ફળ જતાં ઈંધણના ભાવમાં આ વધારો કરાયો છે. પૂર્વ PM ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ પણ ભારતની જેમ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જઈ રહ્યા છે. જો કે તેનાથી વિપરીત વર્તમાન સરકારે ઈંધણના ભાવમાં વધારો કર્યો છે.