જર્મનીએ ચીનની દેવાની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે દુનિયાની સામે એક નવું સંકટ ઊભું થઈ શકે છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોઝે ચીનની દેવાની નીતિને પારદર્શિતાનો અભાવ ગણાવી હતી અને કહ્યું હતું કે તે વિકાસશીલ અને ઉભરતા દેશો માટે ખતરો છે. તેમણે કહ્યું કે આનાથી દુનિયા સામે એક નવી દેવાની કટોકટી ઊભી થઈ શકે છે.