નેશનલ, 25 એપ્રિલ, 2024: ભારતની અગ્રણી વાહન કંપની ટાટા મોટર્સ દ્વારા નાણાકીય વર્ષ 2024 દરમિયાન વિક્રમી 222 પેટન્ટ્સ અને 117 ડિઝાઈન એપ્લિકતેશન્સ ફાઈલ નિર્માણ કરવા સાથે બૌદ્ધિક સંપદા અધિકાર (આઈપીઆર) નિર્મિતીમાં નોંધપાત્ર સિદ્ધિ ફરી એક વાર હાંસલ કરી છે, જે તેના ઈતિહાસમાં સર્વોચ્ચ છે. આ ફાઈલિંગ્સમાં બહુઆયામી પ્રોડક્ટ અને પ્રોસેસ ઈનોવેશન્સનો સમાવેશ થાય છે, જે કનેક્ટિવિટી, ઈલેક્ટ્રિફિકેશન, સસ્ટેનેબિલિટી અને સેફ્ટી (સીઈએસએસ) જેવા મુખ્ય ઓટોમોટિવ મેગાટ્રેન્ડ્સને પહોંચી વળવાનો સમાવેશ થાય છે. તે પાવરટ્રેન, બોડી એન્ડ ટ્રિમ, સસ્પેન્શન, બ્રેક્સ, એચવીએસી અને એમિશન કંટ્રોલ જેવી વિવિધ વાહનની પ્રણાલીઓને પણ આવરી લે છે. ટાટા મોટર્સને આ જ સમયગાળામાં 300 પેટન્ટ્સની આજ સુધીની સૌથી વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે, જે સાથે ગ્રાન્ટ કરેલી તેની પેટન્ટ્સ 850 સુધી પહોંચી છે.
એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા, સ્વચ્છ પાવરટ્રેન્સ, ડિઝાઇન કનેક્ટિવિટી અને બુદ્ધિશાળી સલામતી સુવિધાઓ માટે ટાટા મોટર્સની મજબૂત પ્રતિબદ્ધતા એ સુનિશ્ચિત કરે છે કે તેની નવીનતાઓ વાસ્તવિક દુનિયાની જરૂરિયાતો સાથે એકીકૃત રીતે સંરેખિત છે. ગ્રાહકોની સુખાકારી અને પર્યાવરણીય કાજ પ્રત્યે કામને અગ્રતા આપીને કંપનીના હેતુપૂર્ણ સંશોધન અને ઈનોવેશન પ્રયાસોએ વધુ કાર્યક્ષમ, હરિત અને સુરક્ષિત વાહનો ઊપજાવ્યાં છે, જેનાથી અંતિમ ઉપભોક્તાઓને લાભ થશે અને ઉદ્યોગમાં પરિવર્તન આવશે. નાણાકીય વર્ષ 2024માં ટાટા મોટર્સને બૌદ્ધિક સંપદા અધિકાર (આઈપીઆર)માં તેની ઉત્કૃષ્ટતા માટે વૈશ્વિક પ્રતિષ્ઠિત માન અને સન્માન પ્રાપ્ત થયા છે.
આ સિદ્ધિ વિશે બોલતાં ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર રાજેન્દ્ર પેટકરે જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સની સંશોધન અને ઈનોવેશન પ્રત્યે મજબૂત કટિબદ્ધતાએ બૌદ્ધિક સંપદા થકી ઈનોવેશન અને મૂલ્ય નિર્મિતીમાં નવી ઊંચાઈએ લઈ જવામાં અમને મદદ કરી છે. વિક્રમી સંખ્યામાં પેટન્ટ ફાઈલ અને ગ્રાન્ટ સાથે અમે ઓટોમોટિવ ઉત્કૃષ્ટતામાં નવો દાખલો બેસાડ્યો છે. અમારી અત્યાધુનિક ટેકનોલોજીઓ, હરિત વાહનો અને ગ્રાહકલક્ષી અભિગમે અમને ઉદ્યોગમાં અલગ તારવ્યા છે. મોબિલિટીની ઉત્ક્રાંતિ તરીકે ટાટા મોટર્સ બધા માટે વધુ સ્માર્ટ, વધુ કનેક્ટેડ ભવિષ્યને આકાર આપવા માટે આગેવાન રહી છે.”