મારા જીવનના અનેક ઉતાર ચઢાવમાં જેણે હર કદમ પર મારો હાથ મજબૂત પકડીને મને ડગમગવા ન દેનાર મારી હમસફર હમરાહી, હમદમ મારી પત્ની ‘આકાંક્ષા’ ને ક્યાંક મેં જાણે અજાણ્યે ચોક્કસ દુઃખ પહોચાડ્યું હશે.પરંતુ એણે ક્યારેય મારા હિત અને મારા શુભ સિવાય કશુંય વિચાર્યું નથી…જેના પગલાં પડતાં ની સાથે મારા જીવનના કેટલાય અધૂરાં સ્વપ્ન પુરા થઈ ગયા.ઘરમાં જેનો કલરવ નિરાંતનો અહેસાસ કરાવે,એની આંખો હંમેશા અમી વરસાવતી, જેના હસતાં હોઠની મીઠાસ અને એનું સ્મિત જાણે ઘરના ખૂણે ખૂણાને એક ગજબના પ્રેમ,લાગણી સભર બંધનોમાં બાંધી રાખવાની એની કલા જાણે ઘરના ટોડલે બાંધેલ તોરણમાં જડેલ ઝગમગતાં તારલાની ઝાકમઝોર અને એની ઘૂઘરીયોના રણકાર જેવી જ લાગતી એની શખ્સસિયત.
આજ તા.10/05/2024ના અમારા લગ્નજીવનને 16 વર્ષ પૂર્ણ થયા છે.મારા જીવનમાં સદા સુખની ઘડીઓ લાવવા માટે,મારો સાથ આપવા માટે આકાંક્ષાનો તારો ખૂબ ખૂબ આભાર.
સુખી લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામના.
જયેશ