ઉત્તરપ્રદેશમાં પાછલા થોડા દિવસોમાં થયેલી હિંસાને જોતા શુક્રવારની નમાઝ પર પ્રશાસન સતર્ક છે. પોલીસે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ઉપદ્રવ કરનાર વિરૂદ્ધ કડક એક્શન લેવામાં આવશે. આ માટે UP પોલીસે કડક નિગરાની રાખી છે. બધી જગ્યા પર સીસીટીવ કેમારા, ડ્રોનની મદદ લેવામાં આવશે અને હોમગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 300થી વધારે CCTV અને 4 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
