રાજપીપલા, તા.6

અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય સંગીત મય સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે
તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે આ મંદિર ખાતે દેવ દિવાળીના દિવસે ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે આ મેળા ના આયોજન દરમ્યાન અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ દ્વારા મેળામાં સવાર ના સમયે ભગવાન સત્યનારાયણ ની કથાનું આયોજન તથા સાંજના સમયે સંગીતમય સુંદરકાંડનું આયોજન ત્યાર બાદ રાત્રિના સમયે ભજન સંધ્યાનો ભવ્ય આયોજન કરવામાં આવશે
તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે દેવ દિવાળી ના રોજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં ગુજરાત. મહારાષ્ટ્ર. સહિત દૂર દૂર થી ભાવી ભક્તો પગપાળા સંઘતથા જવારા લઈને આવે છે અને ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે જેમાં આ વર્ષે પણ દેવ દિવાળીના પાવન અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે આ મેળાના આયોજન દરમિયાન અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા મેળાના દિવસે સવારના સમયે ભગવાન સત્યનારાયણ ની કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે સાથે જ આવનાર દરેક પદયાત્રીઓ માટે ઠંડુ પીણું અને ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે ત્યાર બાદ સાંજના સમયે કિશન જાંબુકિયા ના સ્વ કંઠે ભવ્ય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના સમયે ભજન સંધ્યા નું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાદરવા ખાતે આગામી તારીખ 7 ના રોજ ભવ્ય મેળો યોજાશે
આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય સમન્વયક મનિષાબેન પટેલ સહીત અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય પ્રદેશ અને રત્નાકર સંગમ ઝોનના પદાધિકારી તથા સંયોજકો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે ને સેવા આપશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા