” ભીતર નો સાથ”

જોજનો દૂર છે જાવું મારે
સંગાથ મળે ન મળે!
દૂર દૂરના પ્રદેશો ખોળવા
વાહન મળે ન મળે!
અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર
કોણ છે એ સર્વેની ભીતર?
મનમાં છે સવાલો ઘણાં
જવાબ મળે ન મળે!
નદી, કાંઠા, જમીન, આકાશ
ભેદ-ભરમ છે ઘણાં, અગાધન ગુરૂ, ન સાથી,
ન મિત્રનો સાથ,
છતાંય કરી રહી છું
યાત્રા અમાપ!
આખરે થાકી, કંટાળી,
હારી આજ
ઘડી બે ઘડી બંધ કરી મેં
બંધ આંખ,
અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ
જે યુગો યુગોથી છે મારી સંગાથ !
– ડો દક્ષા જોશી
અમદાવાદ
ગુજરાત.