બધું પ્રભુની યોજના મુજબ જ તો થતું હોય છે

કોઈ આવતું હોય છે અને કોઈ જતું હોય છે
કોઈ પૂર્વનું ભોગવે છે જમા,કોઈ ચૂકવતું હોય છે
ખોટાં જ માથે ભાર રાખીએ છીએ આપણે બધાં
બધું પ્રભુની યોજના મુજબ જ તો થતું હોય છે
બાવન પન્નાની જ બાજી હોય એ તો ખોટી કથા છે
હાર કે જીત નક્કી કરતું તો ત્રેપનમું પતું હોય છે
લક્ષ્મીનાં માલિક નહીં મુનિમ બનો તો જ રહેશે કૃપા
આપતો જ રહે છે જે એનું ક્યાં કદિ જતું હોય છે
કર્મસતા વસુલશે જ અનેકગણો બદલો બદલામાં
હરામનું ક્યાં કોઈને પણ કદીય સદી જતું હોય છે
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી