ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી ૩ દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. 2 થી 3 ડીગ્રી તાપમાન વધશે. માર્ચના પહેલા સપ્તાહથી ગરમી વધશે. રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડીગ્રી નોંધાયું છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે.
