લગભગ આઠ કલાકની લાંબી પૂછપરછ બાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં CBIને સંતુષ્ટ કરી શક્યા નથી. બીજી તરફ સિસોદિયાની ધરપકડ બાદ AAPના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.
