અહીં હવામાં એક જાણીતો સાદ છે
શ્વાસમાં ભળતો અજબ આસ્વાદ છે
હર પ્રહર અહીં આનંદ ને પ્રમાદ છે
હર મનમાં અહીં સ્નેહનો સંવાદ છે,
આ મારું અમદાવાદ છે.

અહીં સાબરમતીનો જુનો ઈતિહાસ છે
ગાંધીબાપુનો હજી આશ્રમમાં વાસ છે
વાણી.વર્તન,વ્યવહારમાં અહીં સૌ ખાસ છે
સૌના મનમાં આત્મિયતાની સુવાસ છે,
આ મારું અમદાવાદ છે.
માણસ હજી અહીં મહેનતનો દાસ છે
પચરંગી પ્રજાનો અહીં વર્ષોથી વાસ છે
મંદિર,મોલ અને રીવરફ્રન્ટથી ઉલ્લાસ છે
ખાવાની ગલીઓમાં રોજનો પ્રવાસ છે,
આ મારું અમદાવાદ છે.
૬૧૨ વર્ષનો અદભૂત ઈતિહાસ છે
અહીં પવનમાં ખુમારીનો ભાસ છે
હોળી,દિવાળી,ઉતરાણથી હરદમ ઉજાસ છે
નોરતામાં હર સાલ ગરબા ને રાસ છે,
આ મારું અમદાવાદ છે.
આ આપણું અમદાવાદ છે.
પૂજન મજમુદાર