માધવપુર નામનાં ગામનો ઉલ્લેખ
ભાગવતજીમાં છે. માધવપુર

માં
માધવ રાયજી અને ત્રિકમ રાયજી ની માનવ કદ ની મૂર્તિઓ છે.જે ફક્ત માધવપુર માં જ છે. કહેવાય છે કે માધવરાયજી એ
રુક્મિણી હરણ કર્યું પછી પરણવા માટે કુંવારી જમીન જોઈતી હતી. એટલે પ્રભુએ
માધવપુર નું નિર્માણ કર્યું હતું.
માધવપુર પોરબંદર તેમજ કેશોદથી જઈ શકાય છે. રેલ્વે ઉપરાંત હવે પોરબંદર
અને કેશોદના એરપોર્ટ્સ પણ કાર્યરત છે.
રુક્ષ્મણિજી લગ્ન પહેલાં થોડા દિવસો
વનમાં આવેલ નીજ મંદિરમાં વાસ કરે. ફુલેકું ફક્ત માધવનું જ નીકળે.
બોલી લગાવી વેવાઈઓ નક્કી થાય છે.
એક માધવ રાયજી નાં માતાપિતા બંને છે.બીજા રુક્મિણીજી નાં
માતાપિતા બને છે.
પ્રાચીન મંદિર પણ જોવાલાયક છે. મહાપ્રભુજીની ૬૬મી બેઠકજી વનમાં છે.
લગ્નના દર્શન નહીં, લગ્નોત્સવનો આનંદ માણવા / તેમાં ભાગ લેવા થાય.
વાજતે ગાજતે નીકળતી જાનમાં જોડાઈ શકાય.
ચોમાસામાં છલકાયેલ મધુવંતી ગીરભૂમિનો ફળદ્રુપ કાંપ ઠાલવે છે.
ઊંટસવારી કરતા દૂરના કડછ ગામોથી મેર લોકો મામેરું લઈ આવી પહોંચે છે.
હોળી પછી માધવ રાયજી નાં લગ્ન ની તૈયારી જોરશોરથી શરૂ થઈ જાય છે.
ફાગણ સુદ અગિયારસ નાં રોજ માધવ રાયજી ની સમક્ષ
મસાલ પર
રાળ પધરાવીને હોળી ની જેમ
પ્રગટાવવામાં આવે છે.
ડોલોત્સવ પછી રીતસર ની માધવરાયજી નાં લગ્ન ની કંકોત્રી
લખાય છે.
માધવપુર નાં વતનીઓ
અને કૃષ્ણ ભગવાન નાં ભક્તો માધવપુર
આવી પહોંચે છે.
પહેલાં તો સૌ પોતપોતાનાં સગાંવહાલાં ને ત્યાં ઉતરતાં હવે
તો હોટલો પણ ખુલી છે.
ગયે વર્ષે “મન કી બાત” માં આપણાં વ્હાલા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ માધવપુર માં માધવરાયજી નાં લગ્નોત્સવ નાં દર્શન નો ઉલ્લેખ
કર્યો હતો.
ચૈત્રસુદી નોમ એટલે કે રામ નવમી થી ચૈત્ર સુદ તેરસ સુધી
ઠાકોર જી નો
લગ્ન ઉત્સવ ચાલે છે. એમાં મેળો પણ ભરાય છે.
માધવ રાયજી નાં
નાના સ્વરૂપ નું ફૂલેકું નીકળે છે.
વનમાં લગ્ન ઉત્સવ થાય છે.
ઠાકોર જી પરણીને આવે ત્યારે લગભગ છસ્સો કિલો જેટલો ગુલાલ ઉડાળવામા આવે છે.આખા ગામમાં જાણે ગુલાબી જાજમ પથરાઈ જાય છે.
જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે આ ગુલાલ જાય છે.
માધવપુર માં બ્રહ્મપુરી પણ છે.
પ્રસ્તુત છે
અમે લોકો એ
ગયે વર્ષે માધવ રાયજી નો લગ્ન ઉત્સવ માણ્યો હતો એનાં ફોટાઓ.
જો લગ્નોત્સવ માં ન જવાય પણ જ્યારે આપણે સુવિધા હોય ત્યારે ફક્ત
માધવ રાયજી નાં દર્શન કરીએ તો પણ એનું ઘણું
મહત્વ છે.
જત જણાવવાનું કે
ચોમાસામાં અહીં નાં ખેતરોમાં પાણી ભર્યા હોય છે.માધવપુર ની નદી નું નામ મધુમતી છે.એનો દરીયા સાથે સંગમ જોવા જેવો હોય છે.
સૌરાષ્ટ્ર દર્શન માટે વધારે શિયાળો સારો છે.પરંતુ માધવપુરમાં ઉનાળામાં પણ ગરમી ન થાય.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.